Tuesday, 20 September 2016

બીબ્લન્ટે મુંબઈમાં તેનું 9મું સલોન લોન્ચ કર્યું


~ દિયા મિરઝા અને અધુના ભાબાનીએ બીબ્લન્ટનું નવું મલાડ સલોન લોન્ચ કર્યું ~
મુંબઈ, સપ્ટેમ્બર, 2016- ભારતનું અવ્વલ હેરસ્ટાઈલિંગ સલોન બીબ્લન્ટે મુંબઈમાં તેનું 9મું સલોન લોન્ચ કર્યું છે. 1600 ચોરસફૂટનું આ આઉટલેટ મલાડના રહેવાસીઓને દાખલારૂપ અને સ્ટાઈલિશ હેર સેવા આપવા માટે સુસજ્જ છે. બોલીવૂડની અભિનેત્રી દિયા મિરઝા અને બ્રાન્ડનાં સહ- સ્થાપકો અધુના ભાબાની અને અવાન કોન્ટ્રાક્ટરે ચાહકોની ભરચક હાજરી વચ્ચે સલોનનું ઉદઘાટન કર્યું હતું.
સન્માનનીય મહેમાન દિયા મિરઝાએ આ અવસરે જણાવ્યું હતું કે અધુના અને બીબ્લન્ટની ટીમને મુંબઈમાં તેમના 9મા સલોનના લોન્ચ માટે હૃદયપૂર્વક અભિનંદન. કહેવાની જરૂર નથી કે બોલીવૂડમાં સૌકોઈ બ્રાન્ડની સ્ટાઈલિંગ નિપુણતામાં માને છે અને તેમના વાળ માટે બ્રાન્ડ પર ભરોસો રાખે છે ત્યારે અંગત રીતે હેર કેર અને સ્ટાઈલિંગ માટે વર્ષોથી હું પણ બીબ્લન્ટમાં જ જવાનું પસંદ કરું છું. બે શક્તિશાળી મહિલાઓ અધુના અને અવાન સાથે મારું વિશેષ જોડાણ છે, જે બંને આજે ઉદ્યોગમાં જોવાની મળતી ઉત્તમ યુવા પ્રતિભાઓ માટે પૂરક બની છે. તેઓ હંમેશાં નવા પ્રવાહ સાથે ચાલે છે. આ લોન્ચનો હિસ્સો બનવાની તેથી જ મને બેહદ ખુશી છે અને આગામી વર્ષોમાં આવાં ઘણાં બધાં લોન્ચ જોવા મળશે એવી આશા છે.
આ સલોન હેરકટ્સ અને કલર ટ્રીટમેન્ટ્સથી રાહત આપતી હેર કેર વિધિઓ સુધી કક્ષામાં ઉત્તમ સેવા આપે છે. આટલું જ નહીં, બ્રાન્ડના ફેસ એન્ડ બોડી ટ્રીટમેન્ટ્સ સાથે શાંતિપૂર્ણ પંપાળ ચાહતા ગ્રાહકો માટે સલોનમાં ઉપલબ્ધ સુંદર ડિઝાઈન કરાયેલો બ્યુટી રૂમ પણ રાખવામાં આવ્યો છે.
આ લોન્ચ વિશે સ્થાપક અને ક્રિયેટિવ ડાયરેક્ટર અધુના ભાબાનીએ જણાવ્યું હતું કે મુંબઈમાં અમારું 9મું બીબ્લન્ટ સલોન રજૂ કરવામાં મારી ખુશીનો કોઈ પાર નથી. દેશમાં આ અમારું 18મું સલોન છે અને અમે વિસ્તરણ માટે અમારી યોજનાઓની આ તો શરૂઆત છે. મલાડ મુખ્ય ઉપનગરીય પરું હોઈ અમે અહીં હાજરી નોંધાવવા માટે ઉત્સુક હતાં. મને આશા છે કે આ લોન્ચને લીધે ઉપનગરોમાં અમારી નજીકમાં હાજરીને લીધે ઉત્સુક સોકોઈ માટે બીબ્લન્ટ હવે વધુ નજીક પહોંચમાં આવી ગયું છે. આ નવું સલોન અન્ય બીબ્લન્ટ સલોનની જેમ જ અમારા ઉત્તમ તાલીમબદ્ધ અને ટ્રેન્ડ સ્ટાઈલિસ્ટો, સમકાલીન ઉપકરણો અને ઘણી બધી હેર અને સ્કિન વિધિઓ સાથે કક્ષામાં ઉત્તમ હેર સેવાઓ પૂરી પાડવા પર ભાર આપશે. આમ, અમારો રોમાંચ અવિરત ચાલુ છે. અમે અમારી એટ- હોમ હેર કલર રેન્જ સલોન સિક્રેટ લોન્ચ કરી હતી જેને ઉત્તમ સફળતા મળી છે, જે રોમાંચ હજુ ચાલુ છે ત્યાં અમે નવું સલોન લઈને આવ્યા છીએ.
આ સલોન પારંપરિક બંગલોમાં સ્થાપવામાં આવ્યું છે, જે જગ્યાનાં મુખ્ય તત્ત્વોને જાળવી રાખવામાં આવ્યાં છે. બહેતર સુંદર લાકડાની બારીઓ, રેલિંગ અને દાદરા તેની મનોહરતાને અનોખી બનાવે છે. ભોંયતળિયા માટે નિર્માણ કરવામાં આવેલો સુંદર દેખાવ એ બંગલોની ડિઝાઈની ભાષા બોલે છે. એકંદરે નીચેના માળ પર પેલેને લાકડાના ફિનિશનો ઉપયોગ કરીને ઉષ્માભર્યો રાખવામાં આવ્યો છે, જ્યારે પહેલે માળે પેલે બીબ્લન્ટની ધારદાર સ્ટાઈલને ધ્યાનમાં રાખીને વ્હાઈટ્સના વર્ચન સાથે અનુકૂળ રાખવામાં આવ્યો છે.
નવા આઉટલેટના શુભારંભ સાથે સલોનની શૃંખલા ભારતમાં 18મા આઉટલેટ સુધી પહોંચી છે. મુંબઈમાં આ 9મું છે, જ્યારે બાકી બેન્ગલોર, પુણે, નવી દિલ્હી, ઈન્દોર અને દુબઈમાં સ્થિત છે.
તો બીબ્લન્ટમાં એપોઈન્ટમેન્ટ લેવા માટે પહોંચી જાઓ હૃષીકેશ બંગલો, માર્વે રોડ પાસે, મુંબઈ અને ઉત્કૃષ્ટ હેર સ્ટાઈલિસ્ટ, મેનિક્યોરિસ્ટ, બ્યુટિશિયન અને ડર્મેટોલોજિસ્ટો દ્વારા પંપાળ કરાવો.

No comments:

Post a Comment